શું શાહરૂખ ખાન અને કાજોલની જોડી ફરી સ્ક્રીન પર જોવા મળશે? અભિનેત્રીએ કહી આ વાત

બોલિવૂડ અભિનેત્રી કાજોલ ફિલ્મ સલામ વેંકી સાથે બે વર્ષના લાંબા ગાળા બાદ સ્ક્રીન પર વાપસી કરી રહી છે.

New Update
શું શાહરૂખ ખાન અને કાજોલની જોડી ફરી સ્ક્રીન પર જોવા મળશે? અભિનેત્રીએ કહી આ વાત

બોલિવૂડ અભિનેત્રી કાજોલ ફિલ્મ સલામ વેંકી સાથે બે વર્ષના લાંબા ગાળા બાદ સ્ક્રીન પર વાપસી કરી રહી છે. તેની ફિલ્મ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવતા જ તેણે મેકર્સ સાથે મળીને તેની ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. હવે એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ પોતાની અને શાહરૂખ ખાનની ભારતીય સિનેમાની સૌથી ફેવરિટ ઓન-સ્ક્રીન જોડી વિશે વાત કરી અને જાહેર કર્યું કે તે તેમની સાથે ફરીથી કામ કરવા માંગે છે.

Advertisment

તે જ સમયે, ચાહકો પણ આ સુપરહિટ કપલને ફરીથી સાથે રોમાન્સ કરતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીએ કહ્યું- હજુ સુધી એવું કંઈ નથી, મને શાહરૂખ ખાન સાથે કામ કરવાનું ગમ્યું અને તેની સાથે ફરી કામ કરવાનું ગમશે.

શાહરૂખ ખાન અને કાજોલની એપિક જોડી છેલ્લે 2015માં આવેલી ફિલ્મ દિલવાલેમાં સ્ક્રીન પર જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલ મીરાની ભૂમિકામાં છે જ્યારે શાહરૂખ ખાન રાજની ભૂમિકામાં છે. આ સાથે કૃતિ સેનન અને વરુણ ધવને પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવ્યા છે . કાજોલ અને શાહરૂખની ઐતિહાસિક જોડી પહેલીવાર બાઝીગર, કરણ અર્જુન, કભી ખુશી કુભી ગમ, માય નેમ ઈઝ ખાન, દિલવાલે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જે 90ના દાયકામાં રિલીઝ થઈ હતી, પરંતુ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જે બાદ ફેન્સ તેમની જોડીને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

બીજી તરફ, જો આપણે સલામ વેંકી વિશે વાત કરીએ, તો આ ફિલ્મ એક માતા સુજાતા અને તેના પુત્ર વેંકીની સત્ય ઘટના પર આધારિત છે, જે ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત છે અને તેના જીવનની દરેક ક્ષણને જીવવા માંગે છે. સલામ વેંકીની વાર્તા માતા-પુત્રની જોડીની આસપાસ ફરતી જોવા મળશે, જ્યાં બંને તેમના જીવનની એક ક્ષણ માટે લડતા જોવા મળશે.

Read the Next Article

સની દેઓલનો 'બોર્ડર 2' ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું !

બોલિવૂડની એક્શન ફિલ્મ 'બોર્ડર 2'ની જાહેરાત થયા બાદ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. 15 ઓગસ્ટ 2025ના રોજ મેકર્સે ફિલ્મનું પહેલુ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.

New Update
border2

બોલિવૂડની એક્શન ફિલ્મ 'બોર્ડર 2'ની જાહેરાત થયા બાદ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. 15 ઓગસ્ટ 2025ના રોજ મેકર્સે ફિલ્મનું પહેલુ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.

Advertisment

સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 22 જાન્યુઆરી 2026ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ કરાશે. ફિલ્મમાં સની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. ફિલ્મને લઈને આ સ્ટાર્સ પણ સતત અપડેટ આપી રહ્યા છે. હાલમાં જ અભિનેતા સની દેઓલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે દર્શકોની આશા પર ખરા ઉતરશે. 

સની દેઓલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ' મે વરુણ ધવન સાથે પહેલા પણ કામ કર્યું છે. હવે હું દિલજીત અને વરુણની સાથે ફરી શૂટિંગ કરી રહ્યો છું, તો આ બધુ સારું ચાલી રહ્યું છે. મને આશા છે કે અમે ચાહકોની આશા પર ખરા ઉતરીશું,' સની દેઓલે આગળ જણાવ્યું કે, ' જ્યારે  હું 'ગદર'ની શૂટિંગ કરી રહ્યો હતો ડર લાગતો હતો, હવે તે જ રીતે હું 'બોર્ડર'ની શૂટિંગ કરી રહ્યો છું તો ડર લાગી રહ્યો છે. પણ આ ડર મને કઇ કરવાથી રોકી નથી શક્તો. અમને બસ સ્ક્રિપ્ટને ફોલો કરવી છે અને તે જ રીતે અભિનય કરવો છે. આશા છે કે અમે દર્શકોની આશા પર ખરા ઉતરીશું,' 

બોર્ડર 2નું દિગદર્શન અનુરાગ સિંહ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સોનમ બાજવા, મેઘા રાણા પણ જોવા મળશે. આ ફિલ્મને જેપી દત્તા અને ભૂષણ કુમાર પ્રૉડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મની શૂટિંગ પુણે, પંજાબ જેવા શહેરોમાં થઈ રહ્યું છે. ફિલ્મનું પોસ્ટર 15 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં સની દેઓલ આર્મી લુકમાં જોવા મળી રહ્યો છે. સનીએ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે.. હિન્દુસ્તાન કે લીએ લડેંગે .. ફિર એક બાર.

CG Entertainment | 'Border 2' | Sunny Deol | Bollywood Movie