🔴 Breaking
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!
ગુજરાત

ભરૂચ:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન મુજબ પ્રમુખના ચયન માટે કવાયત શરૂ !

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણમો જાહેર થઈ ગયા બાદ હવે રોટેશન મુજબ પ્રમુખ પદની બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપે કવાયત શરૂ કરી.. ગુજરાત | સમાચાર |

ભરૂચ:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન મુજબ પ્રમુખના ચયન માટે કવાયત શરૂ !
ભરૂચ જિલ્લા પંચાયત ભાજપે હસ્તગત કરી છે. જ્યાં પ્રમુખ પદની પુરુષ અને મહિલાની અઢી- અઢી વર્ષની ટર્મ સામાન્ય છે.ચાર પાલિકામાં આમોદ માટે કોંગ્રેસ અને અંકલેશ્વર, જંબુસર માટે પ્રમુખની મહિલા – પુરૂષ OBC બેઠક માટે પ્રમુખની નિમણુંક માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. જ્યારે ભરૂચ પાલિકામાં ST પુરૂષ અને OBC મહિલા પ્રમુખની અઢી – અઢી ટર્મ માટે ભાજપે મનોમંથન શરૂ કર્યું છે.
ઝઘડિયા, નેત્રંગ, વાલિયા તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદની અઢી – અઢી વર્ષની ટર્મ ST પુરુષ અને મહિલા છે. ઝઘડિયામાં ભાજપ અને વાલિયામાં આપના પ્રમુખ બનશે. જયારે નેત્રંગ તાલુકા પંચાયતમાં હજી સ્પષ્ટ બહુમતી ન હોય કોનું શાસન આવશે તે હજી સુધી અનિશ્ચિતતાઓ રહેલી છે. 
અંકલેશ્વર પાલિકામાં ભાજપ પ્રમુખ પદની SEBC પુરુષ અને મહિલા બેઠક માટે પ્રમુખના ચયન માટે કામે લાગી ગયું છે.જ્યારે આમોદ, જંબુસર, ભરૂચ, હાંસોટ, વાગરા તાલુકા પંચાયતમાં ભાજપ પ્રમુખની મહિલા તેમજ પુરુષ સામાન્ય બેઠક માટે પ્રમુખોના નામો પસંદ કરવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયું છે.