Connect Gujarat
વાનગીઓ 

શ્રાવણ માસમાં ઘરે જ બનાવો ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા, પ્રસ્તુત છે ઢોંસાની રેસીપી

શ્રાવણ માસમાં ઘરે જ બનાવો ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા, પ્રસ્તુત છે ઢોંસાની રેસીપી
X

હાલ શ્રાવણમાસ દરમિયાન તમે ઉપવાસમાં ચેવડોને ફરાળી મીઠાઇ ખાય ને થાકી ગયા હસો તો બનાવો ઘરે આ નવી વાનગી ઇન્સ્ટન્ટ ફરાળી ઢોંસા તો નોંધી લો રેસિપી.

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોંસા બનાવવા માટેની સામગ્રી:-

  • 1 કપ સામો (મોરૈયો)
  • ¼ કપ કાચા સાબુદાણા
  • અડધો કપ દહી
  • ઘી
  • ફરાળી નમક સ્વાદ અનુસાર

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોંસા બનાવવા માટેની રીત :-

સૌ પ્રથમ મિક્સરના બાઉલમાં 1 કપ સામો (મોરયો) નાખીશું અને સાથે ¼ કપ સાબુદાણા સાથે નાખીશું તેને સાથે ભેળવીને મિક્સરમાં થોડુ બારીક પીસી લેવું અને 1 મોટા બાઉલમાં કાઢી લઇશું. હવે તેમાં અડધો કપ દહી અને સિંધાલુ નમક સ્વાદ પ્રમાણે નાખી તેને મિક્સ કરી લઇશું અને હવે તેમાં 2 કપ પાણી ઉમેરી ઢોંસા માટેનું બેટર તૈયાર કરશું.

બેટર તૈયાર થયા પછી 1 નોનસ્ટિક તવીને ગેસ પર ધીમા તાપ પર રાખીશુ તવી થોડી ગરમ થાય પછી તેના પર ટીસ્યુ પેપર પર ઘી લગાવી આખી તવી પર લગાવીશું અને હવે થોડો ગેસનો તાપ થોડો વધારી દઇશું અને તવી પર પાણીનો છટકાવ કરી તેને કપડાથી લૂછી લેવુ ત્યાર પછી તેમા તૈયાર થયેલું બેટર તવી પર સ્પ્રેડ કરવું અને તેના પર થોડું ઘી ઉમેરી સ્પ્રેડ કરવું અને તેને સરખું શેકયા ત્યાં સુધી ધીમા તાપ પર શેકવું શેકાઇ ગયા પછી તેને 1 ડીશમાં લેવુ અને ઉપવાસની ચટણી સાથે ખાઇ શકાય આ રીતે તૈયાર છે ઇન્સ્ટન્ટ ફરાળી ઢોંસા.

તો વાંચતા રહો શ્રાવણ માસ દરમિયાન કનેક્ટ ગુજરાત પર અવનવી વાનગીઓ.

Next Story