અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ
1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર
જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ
પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું જપ્ત
SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં SOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથ SOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળ, ધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.
પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.