Connect Gujarat
ફેશન

શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો હવે ચિંતા ના કરો, રસોડાની આ વસ્તુ કરશે હેર ફોલ કંટ્રોલ.....

કેળાં અને પપૈયાં વાળ ખરવાની સમસ્યાને દૂર રાખે છે. આ માટે તમે હેર માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો હવે ચિંતા ના કરો, રસોડાની આ વસ્તુ કરશે હેર ફોલ કંટ્રોલ.....
X

સામાન્ય દિવસોની સરખામણીમાં વરસાદની સિઝનમાં વાળ ખરવાની સમસ્યામાં ખૂબ જ વધારો જોવા મળે છે. આ સિઝનમાં વાળ તૂટે છે અને વધુ ખરે છે. આ ઉપરાંત વાળમાં ડેંડરફ અને ડ્રાઈનેશની સમસ્યા પણ વધવા લાગે છે. તેવામાં વાળ માટે તમે કેટલાક ઘરગથ્થું નુસખાનો ઉપયોગ કરી શકો છો. વાળની હેલ્થ સારી રાખવા માટે હંમેશા વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ હા વાળની સંભાળ રાખવા માટે કોઈ કેમિકલ બેઝ વસ્તુઓના બદલે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરો તો સારું રહેશે. તો ચાલો જાણીએ કે હેર કેર માટે ક્યાં ઘરેલુ ઉપચાર બેસ્ટ હોય શકે છે.

કેળાં પપૈયાં:-

· કેળાં અને પપૈયાં વાળ ખરવાની સમસ્યાને દૂર રાખે છે. આ માટે તમે હેર માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે પપૈયાની સ્લાઈસ લો અને તેને સારી રીતે મેષ કરો. આ પછી અડધા કેળાને મેષ કરો અને તેને મિક્સ કરો. આ પછી બંને વસ્તુઓના આ મિકચરને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી રાખો. પછી હેર વોશ કરી લો.

મેથીના દાણા:-

· વાળ તૂટવા અને ખરતા રોકવા માટે વાળની મજબુતાઈમાં સુધારો કરવો જરૂરી છે. આ માટે બે થી ત્રણ ચમચી મેથીના દાણા લો અને તેમાં થોડું પાણી ઉમેરીને આખી રાત પલાળી રાખો. આ પછી તેને સવારે પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ મેથીની પેસ્ટમાં એક ચમચી દહીં અને એટલી જ માત્રામાં એરંડાનું તેલ મિકસ કરીને વાળમાં લગાવો અને 20 મિનિટ સુધી રાખો અને પછી વાળમાં શેમ્પૂ નાખીને વાળને સારી રીતે ધોઈ નાખો.

શિકાકાય:-

· વાળને મજબૂત, કાળા, રેશ્મિ અને ચમકદાર બનાવવા માટે શિકાકાઈનો ઉપયોગ દાદી નાનીના સમયથી કરવામાં આવે છે. આ માટે બે થી ત્રણ ચમચી શિકાકાઈ પાવડર લો. અને તેમાં એક ચમચી દહીં ઉમેરીને પેસ્ટ બનાવો. આ પછી તેને વાળમાં લગાવીને માથામાં 5 મિનિટ સુધી મસાજ કરો અને અડધા કલાક પછી હેર વોશ કરી લો.

આમળા અને લીંબુ:-

· વાળની સારી સંભાળ રાખવા માટે આમળા અને લીંબુની મદદ પણ લઈ શકો છો. આ માટે 3 થી 4 ચમચી આમળાનો પાવડર લો તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો હવે તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને પછી વાળમાં સારી રીતે લગાવો. અડધા કલાક સુધી વાળમાં રહેવા દઈ ત્યાર બાદ અડધા કલાક પછી શેમ્પુથી વાળને સારી રીતે ધોઈ નાખો

Next Story