New Update
/connect-gujarat/media/media_files/2025/06/15/TSZx1hCdslSfA6tl86xS.jpg)
અસામાજીક તત્વો દ્વારા અસામાજીક પ્રવૃતિને અંજામ આપવા માટે જુના વાહનો જેમા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટોનો ઉપયોગ કરતા હોય છે.
ત્યારે ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જુના વાહનો જેમા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટી ખરીદનાર/વેચનાર કરતી દુકાનો/ગેરેજોનું ચેકીંગ હાથ ધરવા તા.૧૨/૦૬/૨૦૨૫ થી તા.૧૩/૦૬/૨૦૨૫ સુધી દિન-૨ માટે રાખવામાં આવેલ જે સ્પેશ્યલ ઝુંબેશ દરમ્યાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કામગીરી કરતા જુના વાહનો લે-વેચ કરવા સબંધનું નિયત કરેલ રજિસ્ટર નિભાવેલ ન હોય તેવા દુકાન અને ગેરજના માલિકો સામે જાહેરનામા ભંગના કુલ 63 કેસ દાખલ કરવામાં આવ્યા છે.જેમાં સૌથી વધુ SOG દ્વારા 12 અને દહેજ પોલીસ દ્વારા 10 કેસ કરવામાં આવ્યા છે.
Latest Stories