Connect Gujarat
ટ્રાવેલ 

ઓગસ્ટની રજાઓમાં પ્લાન કરો મિની વેકેશનનો, ઓછા બજેટમાં ફરી શકાય છે આ સુંદર સ્થળો પર..

સાતમ આઠમની રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો ઓછા બજેટમાં ઘણું બધુ ફરી શકી તેવો પ્લાન લઈને આવી ગયા છીએ.

ઓગસ્ટની રજાઓમાં પ્લાન કરો મિની વેકેશનનો, ઓછા બજેટમાં ફરી શકાય છે આ સુંદર સ્થળો પર..
X

સાતમ આઠમની રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો ઓછા બજેટમાં ઘણું બધુ ફરી શકી તેવો પ્લાન લઈને આવી ગયા છીએ. ખાસ કરીને ઉત્તર ભારત ફરવાના શોખીનો માટે બજેટનું પ્લાનિંગ એ પ્રાથમિકતા હોય છે. કારણ કે ડિસ્ટન્સ વધારે હોય ત્યારે મોટાભાગનો સમય ટ્રાવેલિંગમાં જ જતો હોય છે. આવું ના થાય એવું દરેક વ્યકતી પ્લાનિંગ કરતાં હોય છે. પણ ઘણા બધા એવા લોકેશન છે કે જેમાં ઓછા બજેટમાં ઘણું બધુ ફરી શકાય છે. એટલુ જ નહીં આ ટ્રિપની લાઈફ ટાઈમ મેમરી પણ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કે લો બજેટમાં કઈ કઈ જ્ગ્યા પર જઇ શકાય છે.

· દિલ્હી નૈનીતાલ

બજેટ લિમિટેડ હોય તો દિલ્હીથી નૈનિતાલની રાઈડ લઈ શકાય છે. દિલ્હીથી રાત્રિના સમયે કેબ અથવા બસ રવાના થાય છે. જે વહેલી સવારે નૈનીતાલ પહોચાડે છે. વહેલી સવારે ઉત્તરાખંડ ના રસ્તાઓની મજા માણવા જેવી હોય છે. આ ઉપરાંત ઉત્તરખંડનો સવારમાં થયો સૂર્યોદય પણ જોવા લાયક છે. મોટા ભાગના લોકોને સનસેટ જોવામાં રસ હોય છે. પણ જો નૈનીતાલ આવતા હોય તો અહીનો સનરાઇઝ જોવાનું ચૂકશો નહિ. શિયાળાના સમયમાં નૈનીતાલ ફરવાનું પ્લાનિંગ બેસ્ટ છે. કારણ કે અહી સ્નોફોલ પણ માણી શકાય છે.

· લેન્સડાઉન

ટ્રેકિંગના શોખીન અને પ્રકૃતિ પ્રેમી હોવ તો ઉત્તરાખંડ ખરા અર્થમાં જન્નત સમાન છે. કારણ કે અહીં હિલટોપથી લઈને નદી નાળા અને ઝરણાનો આનંદ માણી શકાય છે. આ એક હિલસ્ટેશન છે. ટ્રીપ પર બજેટમાં અને પ્રકૃતિનો આનંદ મળે એ અલગથી. મેદાનમાંથી બર્ફઆચ્છાદિત પહાડો જોવાની મજા જ કઈક અલગ છે. એમાં પણ વચ્ચેથી પસાર થતાં ખળખળ ઝરણાઓ તમને હેડફોન લગાવવાનું યાદ જ નહીં અપાવે. અહિ આવીને તમને જાણે એમ લાગશે કે કશ્મીરના ઘટાદાર જંગલોમાં આવ્યા હોય. તો અહિ જવાનું ચૂકશો નહીં.

· રણથંભોર નેશનલ પાર્ક

પાડોશી રાજ્ય રાજસ્થાનમા એક સરસ ડેસ્ટિનેશન આવેલું છે. રણથંભોર નેશનલ પાર્કમાં એક વખત લટાર મારવા જેવી છે. ફેમિલી અને ફ્રેન્ડ એમ બંને સાથે આ જ્ગ્યા પર ફરવા જઇ શકાય છે. ખાસ વાત એ છે કે માત્ર 3 થી 4 દિવસમાં અહીથી રિટર્ન થઈ શકાય છે. આ નેશનલ પાર્ક દસ જુદા જુદા ઝોનમાં વહેચાયેલું છે. સફારી લઈને દરેક ઝોનમાં સરળતાથી જાય શકાય છે. પણ અહીં તમે સફારી જાતે ડ્રાઈવ નહીં કરી શકો. બેંગાલ ટાઈગર્સનું આ ઘર છે. પણ એના સિવાય પણ અહી જંગલી પ્રાણીઓની ઝાંખી દેખાશે. આ પાર્કમાં તમે સવારે 6:30 થી 10:00 વાગ્યા સુધી અને બપોરે 2:30 થી 6:30 વાગ્યા સુધી એમ બે સમયમાં એન્ટ્રી મળશે. ટિકિટના ભાવ સફારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે જે 1800થી શરૂ થાય છે.

Next Story