પાકિસ્તાનમાં અંધારપટ : પાવર સિસ્ટમ નિષ્ફળ, કરાચી-લાહોર સહિત મોટા ભાગના શહેરોમાં અંધકાર!

પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી

પાકિસ્તાનમાં અંધારપટ : પાવર સિસ્ટમ નિષ્ફળ, કરાચી-લાહોર સહિત મોટા ભાગના શહેરોમાં અંધકાર!
New Update

પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી કે હવે તેના પર એક નવી મુશ્કેલી આવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા મોટા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે.

પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ફેલ થઈ ગઈ હતી. જેના કારણે દેશભરમાં વીજતંત્ર પ્રભાવિત થતા વીજ ખોરવાઈ જવા પામી છે. સમારકામની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓએ પણ કહ્યું છે કે કરાચી, લાહોરના ઘણા વિસ્તારોમાં વીજળી નથી.

કે-ઇલેક્ટ્રિકના પ્રવક્તા ઇમરાન રાણાએ તેમના ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં પાવર આઉટ થયાના અનેક અહેવાલો આવ્યા છે. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને તમને અપડેટ રાખીશું.

#Connect Gujarat #BeyondJustNews #Pakistan #Electricity #Karachi #failed #blackout #major cities #Power system
Here are a few more articles:
Read the Next Article