Connect Gujarat
દુનિયા

FIFA વર્લ્ડ ચેમ્પિયનનો આ ખેલાડી વર્લ્ડકપની તમામ કમાણી આપશે દાનમાં, કરી જાહેરાત

FIFA વર્લ્ડ ચેમ્પિયનનો આ ખેલાડી વર્લ્ડકપની તમામ કમાણી આપશે દાનમાં, કરી જાહેરાત
X

વિશ્વવિજેતા બનીને ફ્રાન્સ પોતાના દેશમાં પરત ફરતાં દેશભરમાં થઈ રહી છે ભવ્ય ઉજવણી

FIFA ફૂટબોલ વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ ફ્રાન્સની ટીમ પોતાના દેશમાં પરત ફરી છે. આ જીતનું જશ્ન આખો દેશ મનાવી રહ્યો છે. ત્યારે ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનાર સ્ટાર ખેલાડી એમ્બાપેએ વર્લ્ડકપમાંથી થયેલી તમામ કમાણી દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. એમ્બાપે હોસ્પિટલમાં દાખલ થયેલા તેમજ દિવ્યાંગ બાળકો માટે કામ કરનારી સંસ્થા પ્રીમિયર ડી કોર્ટેને આ રકમ ડોનેટ કરશે. આ સંસ્થા સાથે તે 2017થી જોડાયેલો છે.

એમ્બાપેને દરેક મેચ બદલ 1700 પાઉન્ડ એટલે કે લગભગ 15 લાખ રુપિયા તેમજ વિશ્વકપ જીતવા બદલ બીજા 2.41 કરોડ રુપિયા મળશે. એમબાપ્પેની વય 19 વર્ષ છે અને તેને ભવિષ્યનો સ્ટાર હોવાની આગાહી કરવામાં આવી રહી છે. ક્રોએશિયા સામેની ફાઈનલમાં એમ્બાપ્પેએ ફ્રાન્સ વતી એક ગોલ કર્યો હતો.આ ગોલ બાદ ફ્રાન્સ ક્રોએશિયાથી 4-1થી આગળ થઈ ગયુ હતુ.

Next Story