Connect Gujarat
Featured

ફિલ્મ નિર્માતા રજત મુખર્જીનું અવસાન, બોલીવુડમાં શોકનો માહોલ, ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું

ફિલ્મ નિર્માતા રજત મુખર્જીનું અવસાન, બોલીવુડમાં શોકનો માહોલ, ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
X

બોલિવૂડ નિર્દેશક રજત મુખર્જીનું શુક્રવારે નિધન થયું હતું. લાંબી બીમારીથી પીડાતા ફિલ્મ નિર્માતાના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાય છે. અભિનેતા મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી.

વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર તૂને ક્યા કિયા’ના નિર્દશક અને ફિલ્મ નિર્માતાના નિધન પર બોલીવૂડમાં શોક ફેલાઇ ગયો હતો. કેટલાંય ફિલ્મી સિતારોએ ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યું હતું. બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'મારા મિત્ર અને ફિલ્મ 'રોડ'ના દિગ્દર્શક રજત મુખર્જીનું લાંબી બીમારીથી જયુપરમાં નિધન થયું. રજતની આત્માને શાંતિ મળે. હજી પણ વિશ્વાસ નથી કે, હવે અમે ક્યારેય નહીં મળી શકીએ. તે જ્યાં પણ રહે ખુશ રહે.’

https://twitter.com/BajpayeeManoj/status/1284695025842978816

હંસલ મહેતાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, 'હમણાં જ એક પ્રિય મિત્રના નિધનના સમાચાર મળ્યાં. 'પ્યાર તૂને ક્યા કિયા' તથા 'રોડ'ના રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના એક મિત્ર હતાં. પ્રિય મિત્ર તારી યાદ હંમેશાં આવશે.'

https://twitter.com/mehtahansal/status/1284694945408749569

ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ ટ્વીટ કરીને લખ્યું કે,'એક બીજો મિત્ર પણ જલ્દીથી જતો રહ્યો. નિર્દશક રજત મુખર્જી (પ્યાર તૂને ક્યા કિયા, રોડ) છેલ્લાં કેટલાંય સમયથી જયપુરમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યાં હતાં. રજત મુખર્જીએ પોતાના કેરિયરની શરૂઆત રામગોપાલ વર્માની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા' થી કરી હતી. ત્યારબાદ તેમણે 'રોડ' ફિલ્મનું નિર્દશન કર્યું હતું.

બોલિવૂડ નિર્દશક રજત મુખર્જીનું શુક્રવારે લાંબી બીમારીના કારણે નિધન થયું હતું. અભિનેતા મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી.

વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર તૂને ક્યા કિયા’ના નિર્દશક રજત મુખર્જીનું શુક્રવારે લાંબી બીમારીના કારણે નિધન થયું હતું. ફિલ્મ નિર્માતાના નિધન પર બોલીવૂડમાં શોક ફેલાઇ ગયો હતો. કેટલાંય ફિલ્મી સિતારોએ ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યું હતું. બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'મારા મિત્ર અને ફિલ્મ 'રોડ'ના નિર્દશક રજત મુખર્જીનું લાંબી બીમારીથી જયુપરમાં નિધન થયું. રજતની આત્માને શાંતિ મળે. હજી પણ વિશ્વાસ નથી કે, હવે અમે ક્યારેય નહીં મળી શકીએ. તે જ્યાં પણ રહે ખુશ રહે.’

હંસલ મહેતાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, 'હમણાં જ એક પ્રિય મિત્રના નિધનના સમાચાર મળ્યાં. 'પ્યાર તૂને ક્યા કિયા' તથા 'રોડ'ના રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના એક મિત્ર હતાં. પ્રિય મિત્ર તારી યાદ હંમેશાં આવશે.'

ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ ટ્વીટ કરીને લખ્યું કે,'એક બીજો મિત્ર પણ જલ્દીથી જતો રહ્યો. નિર્દશક રજત મુખર્જી (પ્યાર તૂને ક્યા કિયા, રોડ) છેલ્લાં કેટલાંય સમયથી જયપુરમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યાં હતાં. રજત મુખર્જીએ પોતાના કેરિયરની શરૂઆત રામગોપાલ વર્માની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા' થી કરી હતી. ત્યારબાદ તેમણે 'રોડ' ફિલ્મનું નિર્દશન કર્યું હતું.

https://twitter.com/anubhavsinha/status/1284699619083948032

Next Story