Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ માં ભાજપ ના નેતા પર ધનાધન ગોળીઓ વરસાવતા હુમલાખોરો

ઉત્તરપ્રદેશ માં ભાજપ ના નેતા પર ધનાધન ગોળીઓ વરસાવતા હુમલાખોરો
X

AK-47 થી થયેલા 40 રાઉન્ડ ફાયરિગ માં ભાજપ ના નેતા સહિત 6 લોકો ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશ ના મુરાદનગર માં ગુરુવારની રાત્રીએ ફોર્ચ્યુનર અને કવોલિસ સહિત ની કાર માં આવેલા અજાણ્યા હુમલાખોર એ ભાજપના નેતા ની SUV કાર ને આંતરીને ધનાધન ગોળીઓ વરસાવી હતી,જે હુમલામાં ભાજપ ના નેતા સહિત 6 લોકો ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

unnamed (2)

ઉત્તરપ્રદેશ ના મુરાદનગર ના ભાજપના રાજકીય આગેવાન નેતા અને કવીનગર ખાતે રહેતા બૃજપાલ તેપતિયા ના ઓ ગુરુવારની રાત્રે મુરાદનગર માં એક શોકસભા માં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે રાવલી રોડ ઉપર તેઓ પહોંચ્યા અને ફોર્ચ્યુન,કવોલિસ સહિત ની ત્રણ કાર ના કાફલાએ તેઓની કાર ને આંતરી હતી,અને બૃજપાલ કઈ સમજે ત્યાર પહેલા ત્રણ કારમાં સવાર હુમલાખોરો એ તેઓની કાર પર ગોળીઓ નો વરસાદ શરુ કરી દીધો હતો.

આ હુમલાના જવાબ માં બૃજપાલ ના સુરક્ષાકર્મીઓ એ પણ હુમલાખોરો ને વળતો જવાબ આપ્યો હતો જોકે તે વધુ ચાલી શક્યો ન હતો,જાણવા મળ્યા મુજબ બંને તરફ મળી ને 100 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ.અને જેમાં બૃજપાલ અને તેઓના PSO સહિત 4 ખાનગી ગનર પણ ઇજાગ્રસ્ત થયા હતા.તમામ ને સારવાર અર્થે પ્રથમ ગાઝિયાબાદ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નોઈડા ખાતે ની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

unnamed (1)

ઘટના અંગે ની જાણ પોલીસ ને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને પોલીસ ને ઘટના સ્થળે થી એક AK-47 પણ મળી આવી હતી,જોકે હુમલાખોરો કોણ હતા અને કાયા કારણોસર બૃજપાલ પર હુમલો કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ના નજીકના ગણાતા બૃજપાલ તેપતિયા RSS સાથે પણ જોડાયેલા છે અને આવનાર ઈલેક્શન માં મુરાદનગર ની સીટ પર ભાજપ ના દાવેદાર માનવામાં આવે છે.તેઓ પર થયેલો હુમલો પણ રાજકીય અદાવતમાં થયો હોવાનું પણ કહેવાય રહ્યું છે.

Next Story