Connect Gujarat
દેશ

દેશમાં સતત ત્રીજા દિવસે 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, કોરોનાનો આંક 1.30 લાખ પર પહોંચ્યો

દેશમાં સતત ત્રીજા દિવસે 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, કોરોનાનો આંક 1.30 લાખ પર પહોંચ્યો
X

આજે સતત ત્રીજા દિવસે દેશમાં 6 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6,768 નવા કોરોનાના કેસ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 1.30 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6,767 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 147 લોકોનાં મોત થયા છે. દરમિયાન, દેશમાં કોરોના કેસની સંખ્યા 1.31 લાખ કરતા પણ વધી ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવાર 24 મેના રોજ સવારે 8 વાગ્યા સુધી દેશમાં કોરોનાના કુલ 1,31,868 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી મૃત્યુઆંક વધીને 3867 થઈ ગયો છે. દેશમાં કોરોનાના 73,560 સક્રિય કેસ છે, જ્યારે, 54,441 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Next Story