Connect Gujarat
Featured

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ
X

રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ભારતીય ખેલાડીઓ માટે મુસીબત બની ગઈ છે. અત્યાર સુધી 4 ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. સોમવારે ઈરફાન પઠાણએ પોઝિટિવ હોવાની વાત કહી. આ પહેલા સચિન તેંડુલકર, યૂસુફ પઠાણ અને એસ. બદ્રીનાથ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. આ તમામ ખેલાડીઓ રાયપુરમાં આયોજિત ટૂર્નામેન્ટમાં સામેલ થયા હતા.

https://twitter.com/IrfanPathan/status/1376575500680798209?s=20

ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મને કોઈ લક્ષણ નથી. મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી છે અને ઘરે જ ક્વૉરન્ટિનમાં છું. હું તમામ લોકોને આગ્રહ કરું છું કે જે લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્ય હતા તેઓ ટેસ્ટ કરાવી લે. તમામ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.

Next Story