ભરૂચ જિલ્લાના ચાર ખેડૂતોને બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ પ્રાપ્ત થયો

New Update
ભરૂચ જિલ્લાના ચાર ખેડૂતોને બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ પ્રાપ્ત થયો

ભારત સરકારના સપોર્ટ ટુ સ્ટેટ એકસટેન્શન પ્રોગામ્સ ફોર એકસટેન્શન રીફોર્મ ( આત્મા) યોજના હેઠળ ખેતીમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવનારા ખેડુતોને બિરદાવવા તથા ખેડુતોને ઉત્તમ ખેતીની પ્રેરણા મળે તે માટે બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

વર્ષ 2018-19 માટે રાજયકક્ષાના 09,  જિલ્લા કક્ષાના 60 અને તાલુકા કક્ષાના 456 ખેડૂતોને બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજયકક્ષાના એવોર્ડ માટે ભરૂચ જિલ્લાના બે ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ધીરેન્દ્ર કુમાર દેસાઇને  કેળની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવા માટે અને હાંસોટ તાલુકાના કુડાદરાના રમણ પટેલને ગ્રીન હાઉસમાં ફુલોની ખેતી કરવા માટે એવોર્ડ એનાયત કરાયાં છે. જયારે જીલ્લા કક્ષાના એવોર્ડમાં હાંસોટ તાલુકાના કુડાદરા ગામના ખુમાનસિંહ પટેલનીગ્રીન હાઉસમાં ફુલોની ખેતી તેમજ નેત્રંગ તાલુકાના કંબોડીયાના અશોકકુમાર ઠુમરની પપૈયાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવા બદલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજયકક્ષાના એવોર્ડ વિજેતા ખેડુતોને 50 હજાર રૂપિયા અને જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડુતોને 25 હજાર રૂપિયાની રકમ એનાયત કરવામાં આવશે. 

Latest Stories