Connect Gujarat
ગુજરાત

લાગણીઓના બંધન પર જાણે કે શિક્ષિકાએ કાતર ફેરવી જાણો ક્યાં ...?

લાગણીઓના બંધન પર જાણે કે શિક્ષિકાએ કાતર ફેરવી જાણો ક્યાં ...?
X

માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદોમાં

ગાંધીનગરના સેકટર-૨૧માં આવેલી મિશનરી શાળા માઉન્ટ કાર્મેલનો અનેકો વખત ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત માઉન્ટ કોર્મેલ સ્કૂલ ચર્ચાનો વિષય બને તો નવાઈ નહીં. અહીં રક્ષાબંધનનો તહેવાર ગયે ગણતરીના દિવસો થયા છે. હજી દરેક ભાઈના હાથે પોતાની બહેને બાંધેલું રક્ષાસૂત્ર એમનું એમ હશે, પરંતુ ગાંધીનગરની માઉન્ટ કોર્મેલમાં વિદ્યાર્થીઓએ બાંધેલી રાખડી જાણે શિક્ષકોને ખૂંચતી હોય તેમ શાળાના શિક્ષકો દ્વારા કાતર લઈને કાપી નાખવામાં આવી હતી. આ ઘટનાને પગલે ચારેબાજુથી સ્કૂલની પ્રતિષ્ઠા સામે અનેક સવાલો થઈ રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ખાતેની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં એક શિક્ષિકાએ આજે ધોરણ-પાંચના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડીએ બળજબરી પૂર્વક કાપી નાંખતા ચકચાર મચી જવા પામી છે. ધોરણ-૫ માં બનેલી આ ઘટના છે. વાલીઓમાં ભારે આક્રોશ ઉઠ્યો છે અને જિલ્લા કલેક્ટર તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરીને જવાબદાર શિક્ષિકા સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં બહેન રાખડી બાંધે છે. પરંતુ ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં આજે કંઈક અજુગતી ઘટના બની છે. ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હાથ પર રાખડીઓ જોઈને એક શિક્ષિકાને સુરાતન ચડ્યું અને વિદ્યાર્થીઓના હાથ પર રાખડીઓને કાતર વડે રીતસરની કાપી નાંખી હતી. વિદ્યાર્થીઓ પોતાની શિક્ષિકાનું આ રૂપ જોઈને ડઘાઈ ગયા હતા.

રાખડીઓને આ રીતે નહીં કાપવા માટે ખુબ કરગર્યા પરંતુ શિક્ષિકાએ કોઈનું ન સાંભળ્યું. રાખડીએ ભાઈ બહેનના લાગ્ણીઓ સાથે જોડાયેલી વાત છે. જે લાગણીઓના બંધન પર જાણે કે શિક્ષિકાએ કાતર ફેરવી નાંખી છે. માઉન્ટ કાર્મેલ સ્કૂલની આ ઘટનાથી વાલીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ બાબતથી વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. શક્ષિકાના આ કૃત્ય બદલ તેના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે વાલીઓ દ્વારા ભેગા મળી શિક્ષણમંત્રી અને ગાંધીનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા શિક્ષણાધિકારી આ આખી ઘટનાઓથી બેખબર છે.

Next Story