ગાંધીનગર : કોરોના સામે લડવા માટે ધારાસભ્યોએ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે

New Update
ગુજરાતમાં મિનિ લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું; રાજ્ય સરકારનો નિર્ણય

કોરોનાની સારવાર માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. કોરોના સારવાર માટેના સાધનો-દવાઓ ખરીદવા ગ્રાન્ટ ફાળવવાની રહેશે. આ ગ્રાન્ટ સરકારી હોસ્પિટલમાં સાધનો માટે ફાળવવામાં આવશે. સરકારની કોર કમિટિમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લેવાયો છે.

publive-image
publive-image
publive-image

કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. રાજ્યની સિવિલ હોસ્પિટલો-અન્ય સરકારી હોસ્પિટલો-દવાખાના તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોવિડ-19 સારવાર હેતુ માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા આ ગ્રાન્ટની રકમ ફાળવવાની રહેશે. ધારાસભ્યો પોતાના મત વિસ્તારની જિલ્લા સિવિલ હોસ્પિટલ-સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સબ ડ્રીસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર સાધન-સામગ્રી માટે ગ્રાન્ટ વાપરી શકશે.

ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, સેવાભાવથી અને નહિ નફો નહીં નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂપિયા 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે. ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આવા આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે. વર્ષ 2021-22ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવતા કામો માટે જ આ જોગવાઇઓ રહેશે.

Latest Stories