Connect Gujarat
Featured

ગાંધીનગર : પોલીસ સુરક્ષા ટેક્નોલોજીથી સુસજ્જ થશે, પરામર્શ સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગર : પોલીસ સુરક્ષા ટેક્નોલોજીથી સુસજ્જ થશે, પરામર્શ સમિતિની બેઠક યોજાઇ
X

રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સંગીન બને અને વ્યવસ્થાનું આધુનિકરણ કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા માટે પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે સરકારે આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં 40 હજારથી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે.આગામી વર્ષે વધુ 13 હજાર કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આજે ગાંધીનગર ખાતે પરામર્શ સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં 24 કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, FIR ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા FSLની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે.અને રાજ્યના તમામ નાગરિકોને લાભ મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Next Story