Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ફોર વ્હીલમાં ભરેલા ૧૦ ટાયરો સાથે એકની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

ગાંધીનગર: ફોર વ્હીલમાં ભરેલા ૧૦ ટાયરો સાથે એકની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
X

આરોપી અગાઉ પણ મોબાઈલ અને ટીવી છતરપિંડીના ગુનામાં પકડાયો છે

ગુજરાત રાજયના જુદા જુદા જિલ્લાઓમાંથી ટાયરો મેળવનાર શખ્સને ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે ઉવારસદથી વાવોલ જતા રોડ પર ગરનાળા પાસેથી ફોર વ્હીલમાં ભરેલા 10 ટાયરો કિંમત રૂપિયા 57800 અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી ગાંધીનગર જિલ્લાનમાં બનતા ગુનાઓને અટવાવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે પોલીસ એકશનમાં છે. ગાંધીનગર ક્રાઈમ બ્રાંસ પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સ ફોર વ્હીલ ગાડી નંબર જીજે 18 બીડી 8279 માં ફોર વ્હીલ વાહનોના 10 જેટલા ટાયરો લઈ જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન પોલીસે બાતમીના આધારે ગરનાળા પાસે ઉભી રહેલ ગાડીના ચાલકની પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેનું નામ સાગર ઉર્ફે લાલો ભરત ઠક્કર રહે. સી, 30 ઉમાશીખર ફલેટ ગામ બોરીસણા તા. કાલોલ અને જિ. ગાંધીનગર હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાં રહેલા ટાયરો અંગે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેની ધરપકડ કરી હતી. પોલીસની વધુ પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે અંબીકા ટાયર સર્વીસની દુકાનેથી પોતે આશુતોષ એલાઈમેન્ટમાંથી આવતો હોવાનું જણાવી 10 જેટલા ટાયર 57800ના લઈ લીધા હતાં અને પછી પરત ન આવતા ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની વધુ પુછપરછમાં તેણે પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, આણંદ ખાતે જુદી જુદી દુકાનોમાં આ પ્રકારની છેતરપિંડ઼ી કરી હોવાનું કબુલ્યુ હતું. ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ ટીવી, મોબાઈલના છેતરપીંડીના ગુનામાં અમદાવાદ સીટી ક્રાઈમ, એલીસબ્રીજ, જુનાગઢસ રાજકોટ, ભુજ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.

Next Story