ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે રવિવારે આઈપીએલ 2024ની ફાઈનલ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ સાથે મુલાકાત કરી હતી. IPLલની આ સિઝનની ફાઈનલ રવિવારે કોલકાતા અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી.

જેમાં કોલકાતા હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ચેમ્પિયન બન્યું હતું.ગંભીર આ સિઝનમાં કોલકાતાનો મેન્ટર છે. ગંભીર મેચ બાદ જય શાહને મળવા આવ્યો હતો, જેના કારણે તેના ભારતના હેડ કોચ બનવાની અટકળો વધી હતી. રાહુલ દ્રવિડની જગ્યા લેવાની રેસમાં ગંભીર સૌથી આગળ છે. રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે.