ગીર સોમનાથ : દૂર દૂર થી પદયાત્રિકો પહોંચી રહ્યા છે સોમનાથ

New Update
ગીર સોમનાથ : દૂર દૂર થી પદયાત્રિકો પહોંચી રહ્યા છે સોમનાથ

પવિત્ર શ્રાવણ બીજા સોમવાર ને લઈ સૌરાષ્ટ્ર ના પદયાત્રીઓનું ઉમટ્યું ઘોડાપુર, ધીમીધારે વરસતા વરસાદમાં પણ સોમનાથ મહાદેવના દર્શને ઉમટયા લોકો. તો સોમનાથ-ભાવનગર અને સોમનાથ-જૂનાગઢ હાઇવે પર ગુંજી ઉઠ્યો મહાદેવનો નાદ.

આવતી કાલે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાને લઈ ભાવનગર, રાજુલા, જાફરાબાદ, દીવ, જૂનાગઢ પોરબંદર સહિતના લોકો વરસતા વરસાદ માં પણ દેશના પ્રથમ જ્યોતિષલિંગ સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. કહેવાય છે શ્રાવણ માસ દરમિયાન ચાલીને સોમનાથ મહાદેવના દર્શન અચૂક કરવા જોઈએ. એટલે જ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી જેઓ મહાદેવમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા હોઈ પોતાના વતન જાફરાબાદ થી પરિવાર સાથે પગપાળા કરી સોમનાથ મહાદેવં દર્શને ચાલી ને જાય છે. જોકે આમતો હીરા સોલંકી દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતા યાત્રીઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શ્રાવણ માસના દરેક સોમવાર અને આવતા બધાજ તહેવારોમાં લોકોને જાતે જ પ્રસાદ પીરસી સેવા કરે છે. તો સાથે અલગ અલગ વિસ્તારોમાંથી વૃધો, મહિલાઓ સહીત બાળકો પણ સોમનાથ મહાદેવના ચાલી ને દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

તો જાફરાબાદ થી પદયાત્રા દ્વારા ચાલી ને જતા હીરાભાઈ સોલંકી અને પદયાત્રીઓ નું કોડીનાર કોળી સમાજ દ્વારા ડીજે ના તાલે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે હીરાભાઈ સોલંકી ગુજરાત કોળી સેનાએ ના પ્રમુખ હોઈ કોડીનાર તાલુકા કોળી સમાજે આતશબાજી સાથે સવગત કરવા માં વાયુ હતું.

Latest Stories