ગોંડલ જાહેરમાર્ગ પર ઝાડ પર લટકતી જોવા મળી યુવક અને યુવતીની લાશ.!

New Update
ગોંડલ જાહેરમાર્ગ પર ઝાડ પર લટકતી જોવા મળી યુવક અને યુવતીની લાશ.!

ગોંડલ શહેરમાં વહેલી સવારે જાહેર માર્ગ પર લીમડા ના ઝાડ પર એક યુવક અને એક યુવતીનો મૃતદેહ લટકતા હોવાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પોહચ્યું હતું.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તાર સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે લીમડાના ઝાડ સાથે જાહેરમાં અજાણ્યા યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા બંનેવના મોત નિપજ્યા હતા.આ બંન્નેવ યુવક અને યુવતી કોણ છે? ક્યાં રહે છે? અને ક્યાં કારણોસર તેમણે આ પગલું ભર્યું છે? સહિતના કારણોની ગોંડલ શહેર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories