Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લામાં ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરાઇ

ડાંગ જિલ્લામાં ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરાઇ
X

અરજદારોને ઓનલાઇન બિન ખેતીના કેસોનો નિકાલ કરી રૂબરૂમાં હુકમનું વિતરણ.

લોકોને ટેકનોલોજીની મદદથી ઝડપી અને પારદર્શક રીતે સેવા આપવાના અભિયાન રૂપે રાજય સરકાર દ્વારા આજે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આહવા કલેકટર કચેરી ખાતે ઓન લાઇન બિનખેતીની તેમજ જમીન અંગેની ૭ અને તેમજ વૃધ્ધ પેન્શન યોજના સહિત વિવિધ અરજદારોની અરજીઓનો નિકાલ કરી થયેલા હુકમનું હાથોહાથ રૂબરૂ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

નિવાસી અધિક ટી.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સી.એ.વસાવા સહિતના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં ડાંગ આહવા જિલ્લાના વિવિધ વિસ્તારના અરજદારોની વિવિધ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ અરજીઓમાં બિનખેતી ઓનલાઇન અરજી ઉપરાંત જમીનના પ્રીમીયમ અંગે વિગતવાર હુકમ વિગેરે અરજીઓનો હુકમ કરવામાં આવેલ છે.

આ અંગે અરજદારોએ પ્રતિભાવ કહયું કે પારદર્શક લોક વહિવટી પ્રકિયાના ભાગરૂપે બિનખેતી સહિતની અરજીઓનો ઝડપથી નિકાલ આવે તે માટે અરજદારોને તાત્કાલિક હાથોહાથ હુકમનું વિતરણ કરવામાં આવેલ છે. તેનાથી લોકોને ફાયદો થયો છે. તેઓએ સરકારની આ કામગીરીને આવકારી હતી.

Next Story