/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/India-2018.jpg)
ગુગલે ખાસ પ્રકારનું ડુડલ બનાવી ભારતીય આઝાદીનાં પર્વને વધાવ્યું
દેશની આઝાદીનાં 72માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સૌથી મોટું સર્ચ એન્જિન ગુગલ પણ નત મસ્તક થયું હતું. આજે ગુગલે ખાસ પ્રકારનું ડુડલ બનાવી ભારતીય આઝાદીનાં પર્વને વધાવ્યું હતું. ગૂગલ ડૂડલમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો દેખાશે, તેની સાથે જ આ તસવીરમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને વાઘ, હાથ પણ જોવા મળી રહ્યા છે. ગૂગલ ડૂડલની નીચે એક લિંક See the lost India's Independence પણ આપી છે, જેની પર ક્લિક કરતાં artsandculture.google.com પર પહોંચી શકાય છે.
આ સાઇટ પર જાણીતા ફોટોગ્રાફર કુલવંત રાય દ્વારા ખેંચવામાં આવેલી કેટલીક ખાસ, દેશની આઝાદીથી જોડાયેલી દેશના મહાપુરુષોની કેટલીક ઐતિહાસિક તસવીરો સામે આવી જાય છે. આ તસવીરોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, અબુલ કલામ આઝાદ વગેરે જોવા મળે છે. આ ઐતિહાસિક તસવીરો દેશની આઝાદીની લડતો કાળમાં લઈ જાય છે.