Connect Gujarat
Featured

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી
X

હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટની મોટી રાહત મળી છે. હાર્દિક પટેલને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત બહાર જવા માટે જેમાં આજે હાઇકોર્ટે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે.

11 નવેમ્બર થી 12 ડિસેમ્બર સુધી હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા માટે પરવાનગી આપવવામાં આવી છે. હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહનો કેસ કરાવવામાં આવ્યો હતો. જેના કારણે તેને ગુજરાત બહાર જવા માટે પરવાનગી ના હતી. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ તેને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ તેને ગુજરાત બહાર જવા જામીનની શરતોમાં ફેરફાર કરાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલને જ્યારે જામીન આપવવામાં આવ્યા ત્યારે રાજ્ય બહાર ન જવાની શરતે જામીન મળ્યા હતા. ત્યારે તે જામીનની શરતોમાં ફેરફાર કરાવવા માટે અરજી કરી હતી જેમાં હાઇકોર્ટે હાર્દિક પટેલનને રાહત મળી છે. અને હવે એક મહિના સુધી હાર્દિક ગુજરાત બહાર જવા મજૂરી આપવવામાં આવી છે.

Next Story
Share it