અંકલેશ્વર : સરદાર ભવન ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો ,પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા શૈલેષ સગપરિયા

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યોજાયો કાર્યક્રમ

  • યુવા સંવાદ કાર્યક્રમનું કરાયું આયોજન

  • જીવન ઘડતર અંગે યુવાનો માટે યોજાયો કાર્યક્રમ

  • મોટિવેશનલ સ્પીકરે આપ્યું માર્ગદર્શન

  • સમાજના આગેવાનો અને યુવાનો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.સરદાર ધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયા અને સરદાર ધામ ટ્રસ્ટના ગગજી સુતરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.