/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/Party-in-election-gujarat.jpg)
ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય એ પછી લોકસભાની હોય કે ગ્રામ પંચાયતની ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષો વચ્ચે જ મતદારો વહેંચાયેલા રહે તેવુ પહેલેથીજ માનવામાં આવતું હોય છે.આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન પણ મોટાભાગના મતદારોના મોઢે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના જ નામ હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હશે કે, ગુજરાતમાં આ વખતે થનારી લોકસભા ચૂંટણીમાં કુલ ૫૩ જેટલી નાની-નાની પાર્ટીઓ મળીને ચૂંટણી જંગ લડવાની છે.
જેમાં કુલ ૮ ઉમેદવારો બહુજન મુક્તિ પાર્ટીના છે. બહુજન મુક્તિ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતની કચ્છ, મહેસાણા,ગાંધીનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, ભરૂચ અને વલસાડ બેઠક પરથી કુલ ૮ ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે ભરૂચમાં છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ ગુજરાતમાં કુલ ૭ બેઠક ઉપરથી પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. આમાં સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભરૂચ, બારડોલી અને અમદાવાદ જેવા નગરોનો સમાવેશ થાય છે.
બીજી બહુ પ્રચલિત ન હોય તેવી ૨૧ જેટલી પોલિટિકલ પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની ચુંટણીના અનુસંધાનમાં ફક્ત એક-એક બેઠક પરથી પોતાના ઉમેદવારી નોંધાવી છે.
અમદાવાદ પૂર્વની બેઠક પર પાંચ એવી પાર્ટીએ લોકસભાની ચૂંટણી ઘ્યાને રાખી ઉમેદવાર મૂક્યા છે. તેજ રીતે ગાંધીનગર બેઠક પર પણ ત્રણ અન્ય પાર્ટીઓએ પોતાના ઉમેદવારને ઊભા રાખ્યા છે.