Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

અમદાવાદ : મતદાન જાગૃતિ અર્થે વહીવટી તંત્રનું અનોખુ આયોજન, સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનો કર્યો પ્રારંભ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં હવે મતદાનના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર વધારેમાં વધારે મતદાન થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. જે માટે અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા સામૂહિક સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇનમાં અલગ અલગ મોબાઈલ વાન બનાવવામાં આવી છે. જે અલગ અલગ વિસ્તારમાં ફરી મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવશે. અમદાવાદ જિલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, વધારે અને અચૂક મતદાન થાય તે માટે શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ આ કેમ્પેઇન ચલાવવામાં આવશે. ઉપરાંત શહેરની વિવિધ સ્કૂલ સાથે સંપર્ક કરી વિદ્યાર્થીઓના વાલીઓને જોડવામાં આવશે. જેથી ભય વગર લોકો અચૂક મતદાન કરે. આ સિગ્નેચર કેમ્પેનમાં આજે અમદાવાદ સરકારી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

Next Story