/connect-gujarat/media/post_banners/70c5e06cf169f3d5ffb448b771636378616564003a2c2303d0127a1beee3b719.jpg)
અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આ બેઠક પરથી ભાજપ જંગી બહુમતી સાથે જીતશે તેવો ભૂષણ ભટ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વેળા રાજકીય પાર્ટીઓએ જાહેર કરેલ ઉમેદવારો પ્રચાર-પ્રસાર અને પોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી બેઠક જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે અહીથી રાજ્ય સરકારના એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને ફરીવાર મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક હિન્દુ અને લઘુમતી સમાજની મિશ્રિત બેઠક છે, અને 50 ટકા બન્ને સમાજની અહી વસ્તી છે. વર્ષ 2017માં અહીથી કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ ભૂષણ ભટ્ટને નજીવી સરસાઈથી હરાવ્યા હતા. પણ આ વખતે ફરીથી ટિકિટ મળતા ભૂષણ ભટ્ટે કનકેટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાર્ટીએ ફરીથી મારા પર વિશ્વાસ મૂક્યો છે. તેમાં હું વિજય બનીશ અને આ બેઠક પણ હવે સમય સાથે બદલાઈ છે, ત્યારે આ બેઠક પર ભાજપ જંગી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.