Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રીના ગઢમાં નવા ચહેરાને ભાજપની તક, જંગી લીડથી જીતવાનો પરિવારનો દાવો...

નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી

X

ભાજપ દ્વારા રાજ્યમાં ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કાપી તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપતા પરિજનો સહિત સમર્થકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

આ વખતની ચૂંટણીમાં ભાજપે અનેક બેઠકો ઉપર બદલાવ કર્યા છે, ત્યારે અમદાવાદ શહેરની બૌદ્ધિક વર્ગની ગણાતી બેઠક નારણપુરામાં ભાજપનો વર્ષોથી દબદબો છે. આને આ બેઠક પર કૌશિક પટેલ છેલ્લા 2 ટમથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. પણ જાહેર થયેલી યાદીમાં તેમના સ્થાને જિતેન્દ્ર પટેલને ટિકિટ આપતા તેમના નિવાસ સ્થાને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમામ સમર્થકોએ જિતેન્દ્ર પટેલને હાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ વિસ્તાર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનો વિસ્તાર ગણાય છે, તેથી આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાની બેઠક બને છે. આ તકે જિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મારા પર મોવડી મંડળે જે વિશ્વાસ મૂક્યો છે, તે સાર્થક થશે અને આ વિસ્તારના પ્રશ્ન અને સમસ્યા ઉકેલવા અમારી પ્રાથમિકતા રહેશે.

તો બીજી તરફ, મોટા ભાગના ધારાસભ્યોની ટિકિટ કાપી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જિતેન્દ્ર પટેલને ટિકિટ મળતા તેઓના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે પરિવારજનોને જણાવ્યુ હતું કે, ભાજપે જે ભરોસો મૂક્યો છે, તેમાં તે સાચા સાબિત થશે. જિતેન્દ્ર પટેલે તેમનું જીવન પાર્ટી માટે સમ્રપરિત કર્યું છે. તો સાથે પરિવારે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે, આ બેઠક સૌથી વધારે લીડથી ભાજપ જીતશે, ત્યારે ભાજપે જે તક આપી છે, તેનો અમને આનંદ છે.

Next Story