Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી આજે કરવામાં આવશે જાહેર !

કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી આજે કરવામાં આવશે જાહેર !
X

ગુજરાતમાં ચૂંટણી રંગ દિવસેને દિવસે ઘેરાતો જાય છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકારણના રંગ દેખાઈ રહ્યાં છે. દરેક પાર્ટીમાં રોજ ઉથલપાથલ સર્જાઈ રહી છે. રાજકારણમાં સામ દામ દંડ ભેદ બધુ જ ચાલે છે. કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, હવે સમાચાર મળી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ કોંગ્રેસ જાહેર કરી ચૂકી છે.

રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. જેમાં પાલનપુર બેઠક પર રવિરાજ ગઢવી ની ટિકિટ મળી શકે છે. રવિરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી બી.કે.ગઢવીના પૌત્ર છે. એટલું જ નહીં, રવિરાજ ગઢવી પૂર્વ સાંસદ મુકેશ ગઢવીના પુત્ર છે. રવિરાજ યુવા નેતા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય છે. ગાંધી પરિવાર સાથે ગઢવી પરિવારને 3 પેઢીથી સંબંધ છે.

મહત્વનું વાત એ છે કે, હાલના સિટીંગ ધારાસભ્ય મહેશ પટેલ ની ટિકિટ કાપી કોંગ્રેસ રવિરાજ ને ટિકિટ આપી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેના નામની બીજી યાદીમાં જાહેરાત થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટી પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.

11 આદીવાસી ઉમેદવારને ટિકિટ ફાળવી છે.7 અન્ય સવર્ણ ઉમેદવારોને કોંગ્રેસે ટિકિટ આપી છે.કોંગ્રેસ પાર્ટીએ પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદીમાં અર્જુન મોઢવાડિયા પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપીટ કર્યા છે. કુતિયાણા થી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણ થી ડો. હિમાંશું પટેલ ને ટિકિટ ફાળવાઇ છે.

Next Story