Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

જુઓ, AAPનો CM પદનો ચહેરો ઇશુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ઇટાલિયા ક્યાથી લડશે ચૂંટણી ?

આમ આપ પાર્ટી તેના મજબૂત ઉમેદવારોને હવે મેદાનમાં ઉતારશે, જેના માટે એક રણનીતિ નક્કી કરવામાં આવી છે.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગઈકાલે સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધો છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે ઇશુદાન ગઢવી દ્વારકા તો AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડી શકે છે.

ગત શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આપ પાર્ટી માટેના સીએમ પદનો ચહેરો જાહેર કર્યો હતો. આપના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ઈશુદાન ગઢવી દ્વારકા અથવા ખંભાળિયાથી ચૂંટણી લડશે પણ દ્વારકા માટે તેઓની પ્રથમ પસંદગી છે. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પ્રથમ પસંદગી સુરતનું કતારગામ છે. આપ પાર્ટી પણ તેમને કતારગામ આપે તેવી શક્યતા છે. તો ધાર્મિક માલવિયા વરાછા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. આમ આપ પાર્ટી તેના મજબૂત ઉમેદવારોને હવે મેદાનમાં ઉતારશે, જેના માટે એક રણનીતિ નક્કી કરવામાં આવી છે.

Next Story