Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

જામનગર : રિવાબા જાડેજાએ ડિજિટલ યુગમાં કર્યો ટેક્નોલોજીનો સદુપયોગ, પ્રચાર અર્થે ડિજિટલ રથ લઈને નીકળ્યા...

ડિજિટલ યુગમાં ટેક્નોલોજી સાથે ઉમેદવારોનો પ્રચાર, ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો અનોખો પ્રયાસ

X

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં પ્રચાર કરવા માટે ટેક્નોલોજીનો પણ વધુ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે જામનગર 78 વિધાનસભા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા શહેરમાં પ્રચાર અર્થે ડિજિટલ રથની શરૂઆત કરવામાં આવી છે.

જામનગર વિધાનસભાની ચૂંટણીની પક્ષો દ્વારા તમામ તૈયારો શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે જામનગર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં ડિજિટલ રથની શરૂઆત કરવામાં આવી છે. જામનગરના વોર્ડ નંબર 4માં નવાગામ ઘેડ વિસ્તારમાં 78 વિધાનસભા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા અને શહેર અધ્યક્ષ વિમલ કગથરાના હસ્તે ડિજિટલ રથની શરૂઆત કરવામાં આવી છે. જે શહેરના તમામ વોર્ડમાં ફરશે તેમજ આ રથ મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે વર્ચ્યુયલી ઉપસ્થિત રહેશે. જેમાં PM મોદી ભાજપની વિકાસ ગાથા અને અત્યાર સુધીની કાર્યસૂચિ કહેશે. આ તકે ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story