Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

મોરોક્કો : ભૂકંપથી મૃત્યુઆંક બે હજારને પાર, ભારત સહિત અનેક દેશોએ આવ્યા મદદે

આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.

મોરોક્કો : ભૂકંપથી મૃત્યુઆંક બે હજારને પાર, ભારત સહિત અનેક દેશોએ આવ્યા મદદે
X

આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે. ભૂકંપના કારણે બે હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ જે પ્રકારે વિનાશ થયો છે તેને જોતા મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. હજારો લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણે મારકેશ શહેરમાં સ્થિત યુનેસ્કો દ્વારા સંરક્ષિત વર્લ્ડ હેરિટેજ સ્મારકને પણ નુકસાન થયું હતું. 1960 પછી આ પ્રદેશમાં આવેલો આ સૌથી વિનાશક ભૂકંપ છે.

મોરોક્કન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભૂકંપમાં મૃત્યુઆંક 2012 છે અને ઘાયલોની સંખ્યા 2059 છે. મૃતકોમાં એક ફ્રેન્ચ નાગરિક પણ સામેલ છે.

મોરોક્કન સરકારે ભૂકંપના કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા ધરાવતો આ ભૂકંપ શુક્રવારે રાત્રે મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોને હચમચાવી ગયો હતો.

Next Story