નવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ૬ જનસભા કરશે, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાય

ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.

New Update
નવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ૬ જનસભા કરશે, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાય

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે ગઈકાલે જાહેર કરી દેવાઇ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બર ના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગુજરાતમાં આચારસંહિતા તો લાગુ થઇ ગઇ છે. જેના લીધે રાજકીય પોસ્ટર પણ રાજ્યમાં ઠેર-ઠેર જગ્યાએ થી હટાવી દેવાયા છે. પરંતુ હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બર માં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે.અને રાજ્યમાં જનસભાને સંબોધિત કરશે..

ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં 4થી 6 જાહેરસભાને રાહુલ ગાંધી સંબોધી શકે છે. તમને જણાવી દઇએ કે, હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે કોંગ્રેસ દ્વારા આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે પણ સત્તાવાર જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્યમાં અનેક વિસ્તારમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો હટાવી દેવાયા છે. ગઇકાલે અમદાવાદ સહિત વડોદરામાં પણ કોર્પોરેશને લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી.