Connect Gujarat
Featured

ગુજરાત ગેસનો પુરવઠો 11મી એ 29 કલાક બંધ નહિ રહે: ગુજરાત ગેસ કંપનીનું સત્તાવાર નિવેદન

ગુજરાત ગેસનો પુરવઠો 11મી એ 29 કલાક બંધ નહિ રહે: ગુજરાત ગેસ કંપનીનું સત્તાવાર નિવેદન
X

ગુજરાતભરમાં આગામી 11 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી 29 કલાક સુધી દહેજમાં સ્મરકામના પગલે ગુજરાત ગેસ કંપની લિમિટેડ (GGCL) દ્વારા ગેસ પુરવઠો બંધ રાખવાના વહેતા થયેલા અહેવાલોથી રાજ્યના 14.16 લાખ ગ્રાહકો અને લાખો વાહનચાલકોમાં હાહાકાર મચી ગયો હતો આ બાબતે ગુજરાત ગેસ કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીને ગેસ પુરવઠો બંધ રહેશે નહી અને રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

આગામી તારીખ 11 જાન્યુઆરીએ ગુજરાતભરમાં ગેસ સપ્લાય બંધ રહેશે. તેવા અહેવાલોને લઈ શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપરાશકારોમાં હડ્કંપ મચી ગયો હતો વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.જો કે આ બાબતે કનેક્ટ ગુજરાત દ્વારા ગુજરાત ગેસ કંપનીનો સંપર્ક કરાતા કંપનીના જન સંપર્ક કરાતા કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “ગુજરાત ગેસ લિમિટેડ કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલ અહેવાલ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.”

દહેજમાં સમારકામ ગેસ પુરવઠાને અસર પોહચાડ્યા વગર હાથ ધરવામાં આવશે. રાજ્યમાં GGCL દ્વારા 14 લાખથી વધુ ગ્રાહકોને ઘરમાં PNG (પાઇપડ નેચરલ ગેસ), 3700 ઉદ્યોગો, 12300 કોમર્શિયલ ગ્રાહકો અને 400 થી વધુ CNG પંપો પરથી વાહનોને છેલ્લા 24 વર્ષથી ગેસનો પુરવઠો અવિરત પોહચડવામાં આવે છે.

Next Story