Connect Gujarat
ગુજરાત

મોડે મોડે પણ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કર્યો, અમદાવાદમાં પણ વરસાદ

મોડે મોડે પણ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કર્યો, અમદાવાદમાં પણ વરસાદ
X

બનાસકાંઠા નજીક રાજસ્થાનમાં આવેલી સુંધામાતાની ગિરિમાળાઓમાં પણ ભારે વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત ઉપર પોતાની મહેર શરુ કરી છે. સાથે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ પોતાની હાજરી નોંધાવી છે. છેલ્લા ઘણા સમયથી વાવણી કરીને વરસાદની રાહ જોતા ઉત્તરગુજરાતનાં ખેડૂતોને હવે રાહત સાંપડી છે. ગત મોડી રાત્રે અમદાવાદમાં સારો એવો વરસાદ થયો હતો. તેવી જ રીતે હજી પણ વરસાદી માહોલ યથાવત ચાલી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના અત્યાર સુધી સાવ કોરા ધાકોર હતું હવે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુરૂવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. વિજયનગર, અંબાજી રોડ પર તો પાણી રસ્તા પર આવી ગયાં છે. ચોમાસુ શરૂ થયા બાદ આખરે મોડે મોડે પણ અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ હતી. અમદાવાદના અમુક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાત્રે ઝરમર તો કેટલાં વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા નજીક રાજસ્થાનમાં આવેલી સુંધામાતાની ગિરિમાળાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે અનેક યાત્રાળુઓ અટવાયા હતા. અહીં વરસાદને કારણે સીપુ ડેમમાં પાણીની આવક થઈ હતી. તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરામાં ૫ ઈંચ, સતલાસણામાં ૪ ઈંચ, અમીરગઢમાં ૪ ઈંચ, ખેબ્રહ્મામાં ૩ ઈંચ અને વિજયનગરમાં ૩ ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત ભીલોડામાં ૧ ઇંચ, શામળાજીમાં ૨ ઇંચ, ધનસુરામાં ૩ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, બાયડમાં ૧ ઇંચ, મેઘરજમાં ૧.૫ ઇંચ, માલપુરમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.

Next Story