ન્યુઝીલેન્ડમાં ગુજરાતીઓના થયેલ મોત મામલે સરકાર ચિંતીત : સી.એમ રૂપાણી

New Update
ન્યુઝીલેન્ડમાં ગુજરાતીઓના થયેલ મોત મામલે સરકાર ચિંતીત : સી.એમ રૂપાણી

શનિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. શહેરના કાલાવડ રોડ પર આવેલ ખાનગી પાર્ટીપ્લોટ માં સ્નેહમિલન કાર્યક્રમમા યોજયો હતો. આ કાર્યક્રમમાં ચૅમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ સહિતના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજકોટ ચૅમ્બર ઓફ કોમર્સની કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના કાર્યોને વખાણ્યા હતા.તાજેતરમાં જ પાકિસ્તાન પર કરવામાં આવેલા એરસર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કરી પાકિસ્તાન પર પણ પ્રહાર કર્યા હતા.આ ઉપરાંત તાજેતરમાંજ ન્યુઝીલેન્ડ પર થયેલ આતંકી હુમલા અંગે પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં થયેલી ઘટના પર ગુજરાત સરકારની નજર છે. જો કોઇ પરિવારજનોને ન્યૂઝીલેન્ડ જવુ હશે તો તુરંત વિઝાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Latest Stories