રાજ્યમાં પહેલીવાર હથિયારો સાથે ડ્રગ્સની ઘૂસણખોરી: ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ

વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.

New Update
રાજ્યમાં પહેલીવાર હથિયારો સાથે ડ્રગ્સની ઘૂસણખોરી: ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે આજે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લીધી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે.

Advertisment

ICGએ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL)ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ICGS અરિંજય જહાજના ઝડપી પેટ્રોલિંગ કરનારને તૈનાત કર્યા હતા. ત્યારે સોમવાર વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ICG જહાજ દ્વારા પડકારવામાં આવતાં, પાકિસ્તાની બોટ એ છળકપટનો દાવપેચ શરૂ કર્યો અને ચેતવણીના ભાગરૂપે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બોટ અટકી નહીં પરંતુ ICG જહાજે અંતે પોતાની ચાલાકીથી બોટ તેમજ 10 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી લીધી છે. બોટની અંદરથી 40 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સ જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે. સાથે જ હથિયારો પણ મળી આવ્યાં હતાં

Advertisment