મેઘ મલ્હાર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો.

ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ, જુનાગઢ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો.

New Update

ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ, જુનાગઢ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટોછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજે નવસારી શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાં થી અત્યાર સુધી નવસારીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારી શહેરમાં આવેલા સ્ટેશન, મંકોડીયા, જુનાથાણા, ડેપો, ગ્રીડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો જલાલપોર 20 mm ગણદેવીમાં 19 mm, ચીખલીમાં 19 mm , વાંસદામાં 03 mm વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા , શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા વર્ગને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાણી ભરાવાની જાણ પાલિકાની ટીમને થતા પાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આ તરફ જુનાગઢમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી બસસ્ટેન્ડ સરદાર બાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

ત્યારબાદ અમરેલીની વાત કરીયે તો અમરેલી પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. અમરેલી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. અમરેલીના નીચાણવાળા વિસ્તારોમાં થોડાક વરસાદે ભરાયા પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. અમરેલી સાથે જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી . 

Latest Stories