New Update
ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.
ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદનાથ, ભીમાશંકર, રામેશ્વર નાગેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ધુષ્મેશ્વર મહાદેવ જેવા બાર જ્યોતિર્લિંગ ઝાંખી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના આગેવાનો તેમજ ગામના સરપંચ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે બાર જ્યોતિર્લિંગ અને મેડીટેશનનું મહત્વ અને જીવનમાં સુખ શાંતિ,બુદ્ધિની એકાગ્રતા,અને સંસ્કારોનું પરિવર્તન તેમજ સમય પ્રતિ સમય આવનાર સમસ્યાઓનું આપણે સહજ રીતે સમાધાન કેવી રીતે કરી શકીએ એના માટેની સમજૂતી આપી જ્યોતિર્લિંગમાં મહાઆરતી કરવામાં આવી હતી.આ ઉપરાંત વેલ્યુ ગેમમાં ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું અને સાથે સાથે શાંતિ અનુભૂતિ કક્ષમાં ત્રણ મિનિટ શાંતિ અનુભૂતિ પણ કરાવવામાં આવી હતી.
Latest Stories