Connect Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારો જાહેર, અત્યારસુધીમાં કુલ 53 ઉમેદવારોના નામ જાહેર કરાયા

આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિકોલમાં અશોક ગજેરા અને સાબરમતીથી જસવંત ઠાકોરને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ કુલ 53 ઉમેદવાર જાહેર કર્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ પહેલા ઉમેદવારોને જાહેરાત કરવાનું આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું છે.

જનતાને પણ પોતાના ઉમેદવારને જાણવા સમજવા અને સંબંધો બનાવવા માટેનો સમય મળશે. મતદાર અને ઉમેદવારો વચ્ચે સંબંધ કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપની પાંચમી યાદીમાં ભુજથી લઈને વ્યારા સુધી 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા સુધી 41 ઉમેદવાર જાહેર ચુક્યા છે. આજે કુલ 12 જેટલો ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેથી કુલ 53 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરની અલગ અલગ વિધાનસભાના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કર્યા છે.

ગોપાલ ઇટાલીયા જણાવ્યું કે અમારી પાર્ટી આ પ્રકારની નવી રાજનીતિ કરી રહી છે. પહેલા માત્ર ચૂંટણીના થોડા દિવસ પૂર્વે જ ઉમેદવારોના નામ જાહેર થતા હતા. પરંતુ અમે પહેલાથી જ નામ જાહેર કરી દઈએ છે. જેથી કરીને મતદાર અને ઉમેદવારો વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ શકે અને આ પ્રથા જે છે તે આમ આદમી પાર્ટી જ શરૂ કરી રહી છે.

Next Story