/connect-gujarat/media/post_banners/960fa8c5e85ec469d903169e38e564fa3f53a38742e89ae6f3db52a0b2ba1c31.jpg)
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
જૂનાગઢ સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટમાંથી કિંમતી સોનાના દાગીનાની ચોરી થઈ હતી. લગ્નમાં પરિવાર દાંડીયારાસ રમતો હતો, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ કારમાંથી અલગ અલગ સોનાના દાગીનાના ત્રણ બોક્સ ચોરી ગયા હતા. જે અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા 10 લાખથી વધુની દાગીના ચોરનાર તસ્કરને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. બાલાજી પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી હતી. 10 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ચોરનાર તસ્કરને રાજકોટથી પકડી પાડવામાં આવ્યો હતો. ગત 29/1/2024 ના ડિવિજન પોલીસ વિસ્તારમા આવેલા બાલાજી ફાર્મમાંથી 25 તોલા દાગીનાની ચોરી થયાની ફરીયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્મમાં અજાણી ફોર વ્હીલ કાર પ્રવેશે છે અને તેનો કાર ચાલક ત્રણ ચાર ગાડીઓમાં રેકી કરે છે. ત્યારબાદ એક ફોરવીલ કારનો કાચ તોડી તેમાંથી ત્રણથી ચાર સોનાના દાગીના ભરેલા બોક્સ ચોરી કરે છે.
આ મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં રાજકોટ ગોંડલ ચોકડી નજીકથી તસ્કરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડેલ ઈસમ પાસેથી ચોરી થયેલ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો