Connect Gujarat
ગુજરાત

એક સાથે 3 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, નેત્રંગ પાસે થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો

પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ખોબડખાબડ રસ્તાના કારણે આખેઆખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ પરના ખાડાથી બચવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલાં પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.

ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર ત્રણેય વ્યક્તિ ડૂબવા લાગ્યાહતા અને બચવા માટે બુમરાણ તો મચાવી, પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે તેમ નહોતું અને ત્રણેય વ્યક્તિનાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં.

વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા, તેની પત્ની યોગિતા અને 3 વર્ષની પુત્રી મહી ત્રણેય નેત્રંગ ખાતે રહેતાં હતાં. યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતાં હતાં. ગત રાત્રિના હોટલમાં જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રમણપુરા ખાતે બ્રિજ પાર રસ્તો ખૂબ ખરાબ હોવાથી કાર ચલાવતા સંદીપે ખાડાથી બચવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બ્રિજ નીચે કાર ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી. પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોની એકસાથે અંતિમયાત્રા નીકળતા વડીયા ગામ આખું હીબકે ચઢ્યું હતું.

Next Story