નવસારીમાં 6 વર્ષીય બાળકી ગટરમાં ગરકાવ, મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

New Update

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ગઈકાલે સવારથી જોરદાર વરસાદ વરસતા નદી-નાળાઓમાં પાણી ભરાયા હતાત્યારે બીલીમોરા શહેરના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષીય માસૂમ બાળકી લાપતા થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, CCTV ફૂટેજ ચકાસતા ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી. બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની હતીતે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું હતું.

તંત્ર સહિત લાશ્કરોએ પાણીમાં ગરકાવ બાળકીની શોધખોળ આરંભી હતી. લાશ્કરોએ અંબિકા નદીના પટમાં જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકેવરસાદના કારણે પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતીત્યારે ઘટનાના બીજા દિવસે 22 કલાક બાદ વખારિયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. પિતા અજીત શેખે બાળકીના મૃતદેહને ઊંચકી ગળે લગાડી લીધો હતો. ત્યારબાદ પોતાની વ્હાલસોઈને હાથમાં લઇ પિતા તેમજ પરિજનો ઘર તરફ આગળ વધ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે બીલીમોરાની મેંગોશી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories