Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : રેકોર્ડ... એક જ મહિનામાં 6.50 કરોડ લોકોએ કર્યા સોમનાથ મહાદેવ ઓનલાઈન દર્શન

X

બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોનમથ જિલ્લાનું સોમનાથ મહાદેવ મંદિર નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા એક ખાસ ડોઝિયર તૈયાર કરી સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર બારેમાસ ભક્તોથી ભર્યું રહેતું હતું. અહી દેશ-દુનિયામાંથી લાખો લોકો મહાદેવના દર્શને આવતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન અને કોરોનાની બીજી લહેર ના કારણે લાંબો સમય સુધી મહાદેવના દ્વાર ભાવિકો માટે બંધ રહ્યા. પરંતુ તેવા સમયે પણ ભાવિકો મહાદેવના દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની વેબસાઈટ પર ત્રણેય પ્રહરની આરતી પ્રસારિત કરવામાં આવી છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હવે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે.

સોમનાથ મહાદેવ મંદિરનો 47 દેશમાં ડંકો વાગી રહ્યો છે. જીહા, 47 દેશના લોકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. માત્ર એક જ મહિનામાં 6.50 કરોડ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. અને એટલે જ સોમનાથ ટ્રસ્ટ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ઓનલાઈન દર્શન કરવાના કારણે સોમનાથ મહાદેવ મંદિરને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે હેતુથી તમામ પ્રયત્ન કરી રહ્યું છે.

તો જુલાઈ મહિનાની 1 તારીખથી 21 તારીખ એટલે કે, 20 દિવસમાં અઢી લાખ જેટલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના રૂબરૂ દર્શન પણ કર્યા છે. જોકે, કરોડો શિવભક્તોએ મહાદેવના ઓનલાઈન દર્શન કરી રેકોર્ડ સર્જ્યો છે, ત્યારે આગામી સમયમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ સોમનાથ મહાદેવ મંદિરનુ નામ નોંધાઈ શકે છે.

Next Story