દેવભૂમિ દ્વારકા : લોકોમાં ભયનો માહોલ ફેલાવતી મહાકાલ ગેંગના 7 સાગરીતોની ગુજસીટોક હેઠળ ધરપકડ...

દ્વારકા પોલીસે મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા

New Update
  • સક્રિય થયેલી મહાકાલ ગેંગ વિરુદ્ધ કડક કાર્યવાહી

  • વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલી ગેંગથી લોકોમાં ભયનો માહોલ

  • પોલીસે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી

  • 7 જેટલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાય

  • સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સક્રિય થયેલી મહાકાલ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. 
દેવભૂમિ દ્વારકા પોલીસે ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં સક્રિય થયેલી 'મહાકાલ ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ સક્રિય 'બિચ્છુ ગેંગ' વિરુદ્ધ કાર્યવાહી થયા બાદ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) અને મેહુલભાઈ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમારની સિન્ડિકેટ હેઠળ આ નવી 'મહાકાલ ગેંગ' કાર્યરત થઈ હતી.
આ ગેંગ પર અપહરણ, ખંડણી વસૂલવી, ઊંચા વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી માટે ધમકીઓ આપવી અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવીને મીઠાપુર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ છે. તાજેતરમાં, ગેંગના સભ્યોએ એક અનુસૂચિત જાતિની મહિલા અને તેના પરિવારજનોને જાતિવાચક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયું છે.
Latest Stories