દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં વધારો,GSRTCની 8340 બસો એક્સ્ટ્રા ટ્રીપ પર દોડશે

દિવાળીના તહેવારોમાં GSRTC દ્વારા 8340 બસો એક્સ્ટ્રા ટ્રીપ મારશે. વાસ્તવમાં શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

New Update
a

દિવાળીના તહેવારોમાંGSRTC દ્વારા8340 બસો એક્સ્ટ્રા ટ્રીપ મારશે. વાસ્તવમાં શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.દિવાળીના તહેવારોમાં8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે3.75 લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે.

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક8,000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત ખાતેથી2200 બસોદક્ષિણ- મધ્ય ગુજરાત માંથી2900, સૌરાષ્ટ્ર-કચ્છ માંથી2150 તેમજ ઉત્તર ગુજરાત માંથી1090 મળીને કુલ8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના3.75 લાખ જેટલા મુસાફરોને સ્વચ્છસલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલા દૈનિક એડવાન્સ બુકિંગમાં18 ટકા નો વધારો જોવા મળી રહ્યો છે.