Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં એકજ દિવસમાં 9 લોકોના હૃદયે દગો દીધો, કોઈ ગરબા રમતા રમતા તો કોઈ કામ કરતાં કરતાં ઢળી પડ્યા

નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે

ગુજરાતમાં એકજ દિવસમાં 9 લોકોના હૃદયે દગો દીધો, કોઈ ગરબા રમતા રમતા તો કોઈ કામ કરતાં કરતાં ઢળી પડ્યા
X

ગુજરાતમાં એકજ દિવસમાં 9 લોકોના ધબકાર બંધ..!

24 કલાકમાં હાર્ટ એટેકથી 9 લોકોએ ગુમાવ્યો જીવ

વડોદરામાં હાર્ટ એટેકથી 13 વર્ષીય બાળકનું મોત

રાજકોટ જિલ્લામાં 3 લોકોએ હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ

દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ

ખેડામાં ગરબા રમતા 17 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ

સુરતમાં ગરબા રમતા રમતા યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ

ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમતાં રમતાં ત્રણ લોકોને હાર્ટ-એટેક આવતાં તેમનાં મોત નીપજ્યાં હતાં. અમદાવાદનો 24 વર્ષીય યુવક 2 કલાકમાં ગરબા રમીને આવું છું, કહીને ઘરેથી ગયો હતા. જ્યાં તેને ચાલુ ગરબામાં હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યો હતો. તો કપડવંજમાં 17 વર્ષીય કિશોરને પણ ગરબા રમતી વેળાએ હાર્ટ-એટેક આવતાં મોત નીપજ્યું હતું. ઉપરાંત વડોદરામાં બે દિવસથી ગરબા રમતા 13 વર્ષનું હૃદય બંધ પડી જતા મોત નીપજ્યું છે.

તેમજ વડોદરામા જ એક સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષીય આધેડના મોતથી ચકચાર મચી ગઈ હતી. આ સાથે રાજકોટમાં વધુ 3ના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં શખસ મોતને ભેટ્યો હતો, તો અન્યમાં રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. આ સાથે જ દ્વારકામાં પણ બે વ્યક્તિનાં હાર્ટ-એટેકથી મોત થયાંની માહિતી મળી રહિ છે નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 કેસ સામે આવતા ખેલૈયામાં ડરનો માહોલ છવાયો છે. વડોદરાના ડભોઇમાં પણ 13 વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે

Next Story