Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 947 નવા કેસ નોધાયા, 1198 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1198 લોકો કોરોનામાંથી સાજા થયા

રાજ્યમાં આજે કોરોનાના 947 નવા કેસ નોધાયા, 1198 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા છે. રાજ્યમાં ગઇકાલની સરખામણીમાં આજે કેસની સાથે ત્રણ દર્દીના મોત પણ નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1198 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં નવા 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 305 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10975 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન 305, વડોદરા કોર્પોરેશન 106, મહેસાણા 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 39, વડોદરા 34, કચ્છ 32, અમરેલી 31, સુરત કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 20, રાજકોટ 20, બનાસકાંઠા 19, ભરૂચ 15, નવસારી 15, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર 12, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, વલસાડ 11, અમદાવાદ 10, પોરબંદર 10, આણંદ 8, સુરેન્દ્રનગર 7, અરવલ્લી 6, મોરબી 6, પાટણ 5, ખેડા 4, મહીસાગર 4, તાપી 4, ભાવનગર 2, ગીર સોમનાથ2, પંચમહાલ 2, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5992 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6970 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,42,561 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10975 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,83,954 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,82,48,261 લોકોનું રસીકરણ થયું છે.

Next Story