અમરેલી : બગસરામાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતીને પીંખી નાખી, શહેરમાં ચકચાર મચી ગયો.

બગસરા શહેરમાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતીને ભગાડી જઇ તેને એક દિવસ ગોંધી રાખી અને તેની સાથે દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી પામી છે

New Update
અમરેલી : બગસરામાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતીને પીંખી નાખી, શહેરમાં ચકચાર મચી ગયો.

અમરેલીના બગસરા શહેરમાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતીને ભગાડી જઇ તેને એક દિવસ ગોંધી રાખી અને તેની સાથે દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી પામી છે

રાજ્યમાં દુષ્કર્મ અને ગેરરીતિ ભર્યા કૃત્યો દિવસે અને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક યુવતી દુષ્કર્મનો ભોગ બની છે. આ દૃશ્યમાં દેખાતા બગસરા શહેરમાં રહેતા આ બન્ને નરાધમો એકનું નામ પ્રશાંત હિંગુ અને બીજાનું નામ જાવીદ સૈયદ છે.બંને ઇસમોએ બગસરામાં જ રહેતી 16 વર્ષની સગીર યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી ગયા હતા અને બંને નરાધમોએ એક દિવસ યુવતીને ગોંધી રાખીને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે બંને નરાધમોને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories